ધીરજ ધરી , કોઈ વાત કરીએ જો,
ફૂલો સરીખી , ત્યાં જાત કરીએ જો.
સપના મહીં , ખોવાઈને ખુશીથી જો,
નિંદરને છોડી ત્યાંય,પ્રભાત કરીએ જો.
ભાવો તજી, દ્વેષીલા જ પછીથી જો,
દુશ્મનને દિલથી,જો મ્હાત કરીએ જો.
હોવાનાં પરિણામો, ત્યાંય પ્રકૃતિમાં જો,
કેવળ જરા સાચો, અનુપાત કરીએ જો.
ધડકન માં ધબકારા હોય જરા તો જો,
આનંદ માં , મુહુર્ત , ખાત કરીએ જો.
-મોહનભાઈ આનંદ