🙏🏻🌹મન શુદ્ધિ સર્વે શુદ્ધ 🌹🙏🏻
્..........્........્..........્
મન વશ થી તમે ભાખો
પ્રેમ શુદ્ધ કરી નાખો
ગુરુચરણે પ્રીતિ રાખો
એમ નામ ને તમે ઝાંખો
જગત ખારો છે આંખો
મુંડે મુંડે મતા છે લાખો
વૃતિ તમારી વાળી નાખો
સર્વેમાં તમે બ્રહ્મ ને ભાળો
કોઈ મુખે ના મારો તાળો
ભલે નાખે એતો રાળો
મનના ભલે ને ભરે માપો
જોઈતું એને તમે આપો
કર્મ બંધન એમ તમે કાપો
એમાં સ્નેહનો રાખો નાતો
કરે ભલેને લાખો વાતો
તું એમા જરાય ન મૂંઝાતો
ભુંડી ન પળે ભિતરમા ભ્રાંતો
કરજે વચની સાથે સંગાથો
દાસ ચંદુ ગુરૂ મનોહર ચરણે
સહેજે જઈ સમાતો..ટેક..્
🙏🏻🌹🧎🏻♂️🌹🙏🏻