*પ્રેમ જ્યોત પ્રકાશી રૅ*
✍🏻 *ભાણસાહેબ*
🪔🪔🪔🪔🪔🪔🪔
સદગુરુ સાહેબે સઈ કર્યાને
જેને પ્રેમ જ્યોત પ્રકાશી રૅ
અખંડ જાપ આયો આતમરૉ.
કટી કાલકી ફાંસી..
મેરે સદગુરુ પ્રેમ જ્યોત પ્રકાશી રૅ...
ગગન ગરજીયા શ્રવણૅ સુણ્યા.
મેઘ જ બારે માસી રે.
ચમક દામીની ચમક ન લાગી.
દેખ્યા ઍક ઉદાસી...મેરે...
ગેબ તણા ઘડિયાળા વાગે.
દ્વૈત ગયા દળ નાસી
ઝીણ પણામા ઝાલર વાગી.
ઉદય ભયા અવિનાશી..મેરે..
મંહી વલોયા માખણ પાયા.
ધૃત તણી ગમ આસી
ચાર સખી મિલ ભયા વલૌણા.
અમર લોક ના વાસી..મેરે...
સપ્ત દીપને સાયર નાહી.
નહિ ધરણી આકાશી
એક નિરંતર આતમ બોલે.
સો વિધિ વિરલા પાસી...મેરે...
ગેબ નિરંતર ગુરુ મુખ બોલ્યા.
દેખ્યા શ્યામ સુવાસી
સ્વપ્ન ગયા ને સાહેબ પાયા.
ભાણ ભયા સમાસી..મેરે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻