સાંધં ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા
બાંગ બોલી ગામડાંમાં થીઆ હાકબાક
જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાંગ જાણે
તુટા આસમાન કેતા તુટ્યાં જમીતાંક
ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યા
પાડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર
ફોગાળા ઉઢેળા વાંહે વાદળારા નોર ફરે
પડે તાળી બંધુકારી વાગ્યાં રણતૂર
કેકાળા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી
ઝણંકી ઝરદાખાંખ ઉઠ્યા જોધાર
રણંકી સીંધુવા રાગ ઠણંકી ઉઠ્યા રોગા
ડણંકી મામલે શુરા કરે માર માર માર માર માર…