The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જટ ભણાવવા જુહાર ॥ દોહા ॥ સુમ લંપટને ચાગલા, જેને લાજ નહિ લગાર, ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને જટ ભણવા જુહાર. (1) મન મેલા મુખ મીઠા, પ્રપંચી પારાવાર, ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને જટ ભણવા જુહાર. (ર) ભંભેરી કાન ખોટું ભણે, જેને પૈસા ઉપર પ્યાર, ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને જટ ભણવા જુહાર. (3) ભાગ ભલામાં ભજવે નહિ, અવરનું બુરૂ આદરનાર, ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને જટ ભણવા જુહાર. (4) ચંચળ મુંઢ ને ચાડીયા, કપટી ખુશામત કરનાર, ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને જટ ભણવા જુહાર. (5) ખાઈ જાય એનું ખોદતા, ગપોડી મોટા ગેમાર, ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને જટ ભણવા જુહાર. (6) આવે મેમાન ઉતાવળો, હોય અળખામણો અપાર, ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને જટ ભણવા જુહાર. (7) તરકટીને તસગર કહું, નિરખે જે પરનાર, ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને જટ ભણવા જુહાર. (8) મહા પ્રભુને માને નહિ, અંગ નહિ કુળ અણસાર, ભેદુ કવિ ‘મેકરણ’ ભણે, એને જટ ભણવા જુહાર. (9) કવિ : મેકરણભાઈ ગગુભાઈ લીલા.
ઓઢી કાળી કામળીયુ લાલ ધાબળીયું, ફુલ છાબળીયું શીર પરે, હૈયે હેમ હાંસળીયુ માણેક મઢીયું, મોતીયે જળીયુ તેજ જરે, પગ નુપુર કડલાં કાબીયું સોભયું, હેમની પોચીયુ હાથ પરે, નવલાખાય લોબડીયાળીયું ભેળીયું મળીયુ મઢળે રાસ रમે , માડી મળીયુ મઢડે રાસ રમે... કર ત્રિસુળવાળીયું પુરા પંજાળીયું, લાકડીયાળીયું એમ રમે, ધન્ય ધિંગી ધજાળીયું આભ કપાળીયું, ભેળીયાવાળીયું એમ ભમે, કર હેમની ચુડીયુ પાળીયું તાળીયું, ગાળીયું જાળીયું નભ ગજે... માડી નાક નથળીયું, કાન અકોંટીયું, ભાલ ટીલળીયું બહુ મુખે, ઝળળળ જબુકીયું જાણ્ય અષાઢીયું, વાદળ કઢીયું વિજળીયું, ફરે ફેર ફુદળીયું દશ્યુય ઢળીયું, જાણે વાલપની માડી વેલડીયું... માત મિણલ નાગલ કાગલ, રાજલ મોગલ પીઠડબાઇ મળી, માત કરણી જીવણી બાલવી બલાડ, બુટ ભવાનીય સાથ ભળી, વળી વિપળી દેવલ હોલ વરવડી, ખમ્મા ખમ્મા ખોડીયાર રમે.... માડી શેષ મહેશ ગુનેશ દિનેશ, સુરેશ હુય દેવોય ધ્યાન ધરે, એમાં અપ્સર ગંધર્વ કિન્નર ચારણ, નારદ મુનિય ગાન કરે, ૠષિ અત્રી દધિચિ અગત્સ્ય, વશિષ્ઠ પરાસર મુનિ પાય પડે... જબ્બર જોરાળીયું જોગ જોરાળીયું, રંગ રઢાળીયું રાસ રમે, નવ રાત નવેલીયું બુઢીયું બાળક, સંગ સાહેલીયું સાથ રમે, માડી મઢળે આવીને ચારણ 'લા ખણ', સોનલમાને પાય નમે..
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં હે લહેરીડા, હરણુ આથમી રે હાલાર શે‘રમાં અરજણિયા. ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી હે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં... ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે હે લહેરીડા, વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં... ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં હે લહેરીડા, પાડરું પાંચાલમાં ઝોલાં ખાય રે અરજણિયા ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં... પાવો તું વગાડમા ઘાયલ, પાવો તું વગાડમા પાવો તું વગાડમા ઘાયલ, પાવો તું વગાડમા હે લહેરીડા, પાવો સાંભળીને પ્રાણ વિંધાય રે અરજણિયા ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં... તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે હે લહેરીડા, ઠીકને ઠેકાણે વેલેરો આવ રે અરજણિયા ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં - સૌરાષ્ટ્ર રસધાર
કંકુ છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડીનું નામ રે માણેકથંભ રોપિયો કેસર છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડાનું નામ રે માણેકથંભ રોપિયો પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી કાકા હોંશે ભત્રિજી પરણાવો રે માણેકથંભ રોપિયો બીજી કંકોતરી મામા ઘેર મોકલી મામા હોંશે મોસાળુ લઈ આવો રે માણેકથંભ રોપિયો કંકુ છાટી કંકોતરી મોકલી કેસર છાટી કંકોતરી મોકલી કંકુ છાટી કંકોતરી મોકલી
કોયલ બેઠી આંબલિયાની ડાળ મોરલિયો બેઠો રે ગઢને કાંગરે હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ કોયલ માંગે કડલાંની જોડ મોરલિયો માંગે રે લાડણ લાડલી કોયલને ઉડાડો આપણે દેશ મોરલિયો માંગે રે લાડણ લાડલી કોયલ માંગે ચૂડલાની જોડ મોરલિયો માંગે રે લાડણ લાડલી કોયલ માંગે ઝૂમખાની જોડ મોરલિયો માંગે રે લાડણ લાડલી કોયલ માંગે નથડીની જોડ મોરલિયો માંગે રે લાડણ લાડલી કોયલ માંગે હારલાની જોડ મોરલિયો માંગે રે લાડણ લાડલી
નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા ભરી સભાના રાજા એવા જીગરભાઈના દાદા નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવી ફૂલડિયાંની વાડી એવી જીગરભાઈની માડી નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા અતલસના તાકા એવા જીગરભાઈના કાકા નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા લીલુડાં વનના આંબા એવા જીગરભાઈના મામા નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા હાર કેરા હીરા એવા જીગરભાઈના વીરા નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવી ફૂલડિયાંની વેલી એવી જીગરભાઈની બેની નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે
પહેલું પહેલું મંગળિયું વરતાય રે, પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે, અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે, સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે. બીજું બીજું મંગળિયું વરતાય રે, બીજે મંગળ રૂપાંનાં દાન દેવાય રે, માંડવડામાં મંગળગીતો ગવાય રે, શુભદિન આજે શુકનનો કહેવાય રે. અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે સૌને હૈયે આનંદ અતિ ઊભરાય રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે, ત્રીજે મંગળ સોનાંનાં દાન દેવાય રે, ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે, બન્ને પક્ષે આનંદ અતિ ઉભરાય રે. ચોથું ચોથું મંગળિયું વરતાય રે, ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે, અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે, માંડવડામાં મંગળગીતો ગવાય રે…
મારા નખના પરવાળા જેવી ચૂંદડી મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી ઓઢોને સાહેબજાદી ચૂંદડી હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી મારા દાદાજી દેખે માતાજી દેખે કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી તમારા દાદાના તેડ્યાં અમે આવશું તમારી માતાના મન મોહશે હો લાડલી ઓઢોને લાડકવાયી ચૂંદડી હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી મારા વીરોજી દેખે ભાભી દેખે કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી તમારા વીરાના તેડ્યાં અમે આવશું તમારી ભાભીના ગુણલાં ગાશું હો લાડલી ઓઢોને સાહેબજાદી ચૂંદડી
મોટા માંડવડા રોપાવો ઝીણી છાજલીએ છવરાવો માણારાજ માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ વીરના દાદાને તેડાવો વીરની માતાને તેડાવો માણારાજ માણેકથંભ મોતીડે વધાવો માણારાજ હોંશો મોભી પરણાવો માણારાજ મોટા માંડવડા રોપાવો ઝીણી છાજલીએ છવરાવો માણારાજ માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ વીરના વીરાને તેડાવો વીરની ભાભીને તેડાવો માણારાજ હોંશે બાંધવ પરણાવો માણારાજ માણેકથંભ મોતીડે વધાવો માણારાજ હરખે માંડવડો વધાવો માણારાજ વીરના મામાને તેડાવો વીરની મામીને તેડાવો માણારાજ હોંશે ભાણેજ પરણાવો માણારાજ માણેકથંભ મોતીડે વધાવો માણારાજ હરખે માંડવડો વધાવો માણારાજ
ઊંચા ઊંચા બંગલા બંધાવો એમાં કાચની બારીઓ મેલાવો કે વીરો મારો ઝગમગ થાય વરરાજા મારે મનડાંના મીઠા એના દાદાને દરબારમાં દીઠા કે વીરો મારો ઝગમગ થાય વરરાજા મારે મનડાંના મીઠાં એના કાકાને કચેરીમાં દીઠા કે વીરો મારો ઝગમગ થાય વરરાજા મારે મનડાનાં મીઠાં એના મામાને મહોલાતુંમાં દીઠા કે વીરો મારો ઝગમગ થાય વરરાજા મારે મનડાંના મીઠાં એના વીરાને વાડિયુંમાં દીઠા કે વીરો મારો ઝગમગ થાય
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser