કંઈક થયું હશે ને??
જે વ્યક્તિને ક્યારેય ખરાબ ન લાગે કોઈ વાતનું,
એને જ્યારે લાગે ખોટું કંઈક વાતે,
ક્યારેય કોઈનાથી ન રીસાય જે,
એ જ્યારે રીસાઈ જાય અચાનક કોઈથી,
હર હંમેશ રહે જે આનંદમાં,
એ જ્યારે રડે,
માનતા જેની વાત હંમેશા,
આજ અવગણી છે વાત એનીયે,
આખરે થયું ક્યારે આ બધું?
જ્યારે એને કંઈક તો થયું હશે ત્યારે ને?