Gujarati Quote in Blog by Ansh Rathore

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છપાકડાં પ્રસ્તુત છે:

સાંધં ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા

બાંગ બોલી ગામડાંમાં થીઆ હાકબાક

જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાંગ જાણે

તુટા આસમાન કેતા તુટ્યાં જમીતાંક

ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યા

પાડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર

ફોગાળા ઉઢેળા વાંહે વાદળારા નોર ફરે

પડે તાળી બંધુકારી વાગ્યાં રણતૂર

કેકાળા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી

ઝણંકી ઝરદાખાંખ ઉઠ્યા જોધાર

રણંકી સીંધુવા રાગ ઠણંકી ઉઠ્યા રોગા

ડણંકી મામલે શુરા કરે માર માર માર માર માર…

હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા,

વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક,

ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં,

મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક

બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ

તેમ રૂંધ્યા કેડે કેડા ના ચાલે ટપાલ

લાખું દળાં ભડાં વાળા કરે ન કોઈ લાળી

મુબખાથી માર્યા કર્યા દેશરા પેમાલ

હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી

ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન

બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી

સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન

ધડકયા પાતાળ શેષ થડકિ લાગયા ધકા ,

મરડયા કોરંભ પીઠ ઉથડીકયા જોર

થડકીયા જે ટાણે છેડા દિગપાળ થયા ફાળે

ચડી ચકડાળે ઢાળ મેદની ચહુકાર

ધંધ લાગ્યા લંકાવાળા રામચંદ્ર જેમ ધાયા

કૌરવા પાંડવા જુદ્ધ મચાયા કિસાણ

પૃથ્વીરાજે બળી ભોગ દીધા હતા ફેર પાછાં

ગર્યુવાળા ભુખ્યા હતા જાગીયા ગ્રીધાણ

લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા

કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ

હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા

બધા ટોળે ટોળાં ઠોરે ઠોર કુંકાવ્યા બૈતાળ

લલક્યાં ગ્રિધાંણ ટોળાં ગળે વાને માસ લોળા,

ભભક્યાં ભેરવાં કાળાં લેવા બળી ભોગ,

રતિયાં ઝંઝાળ્યાં નાળાં સિંધુડે ભ્રેકુંડ રંગ્યા,

જાગ્યાં ઘણે દિ’એ લાગ્યા તોપુવાળા જોગ.

Gujarati Blog by Ansh Rathore : 111684387
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now