Gujarati Quote in Blog by Ansh Rathore

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હિરણ હલકારી

ડુંગરથી દડતી, ઘાટ ઉતરતી, પડતી ન પડતી આખડતી,

આવે ઊછળંતી, જરા ન ડરતી, ડગલાં ભરતી, મદઝરતી,

કિલકારા કરતી જાય ગરજતી, જોગ સરજતી ઘોરાળી

હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી

આંકડિયાવાળી હેલળિયાળી વેલ્યુંવાળી વખવાળી,

અવળા આંટાળી, જામી જાળી, ભેખડિયાળી ભેવાળી,

તેને દઈ તાળી જાતા ભાળી, લાખ હિલ્લોળી નખરાળી

હિરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી

આંબા આંબલીયું, ઉંબ ઉંબરિયું, ખેર ખીજડિયું બોરડિયું,

કેહુડા કળિયું વા વખરિયું હેમની કળિયું આવળિયું

પ્રથવી ઊતરિયું સરગી પરિયું વળિયુંવાળી જળધારી,

હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી

રાણ્યુ કદંબા, લઈ અવડંબા, ધૂડ ધડંબા જળબંબા

કરી કેશ કલબા બીખરી લંબા જય જગદંબા શ્રી અંબા

દાદલ દિલરંગી, છંદ ત્રિભંગી, બની ઉમંગી બિરદાળી

હીરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી.

– કવિ દાદ

રાણ્યુ કદંબા, લઈ અવડંબા, ધૂડ ધડંબા જળબંબા

કરી કેશ કલબા બીખરી લંબા જય જગદંબા શ્રી અંબા

દાદલ દિલરંગી, છંદ ત્રિભંગી, બની ઉમંગી બિરદાળી

હીરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી ન

રહે શેર બનમેં, મહામસ્ત મનમેં, ઉસે તિન દિનમેં સો રોજી મિલાતા,

શકરખોર પંછિ શુકર નિત ગુજારે, ફિકર કર ઉસીકુ ખુદાવંત ખિલાતા ;

મતંગત કુ મન દે, કીડીકુ કન દે; પરંદે કો ચન દે સો બંદે જિલાતા,

મુરાદર કહે સો સહિ કરકે દેખા, ખુદાને કિયા સો અકલમેં ન આતા.

રહે શેર બનમેં, મહામસ્ત મનમેં, ઉસે તિન દિનમેં સો રોજી મિલાતા,

શકરખોર પંછિ શુકર નિત ગુજારે, ફિકર કર ઉસીકુ ખુદાવંત ખિલાતા ,

મતંગત કુ મન દે, કીડીકુ કન દે; પરંદે કો ચન દે સો બંદે જિલાતા,

મુરાદર કહે સો સહિ કરકે દેખા, ખુદાને કિયા સો અકલમેં ન આતા.

Gujarati Blog by Ansh Rathore : 111684385
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now