🙏🌹જય સીતારામ🌹🙏
🙏🌹જય સતગુરૂ મહારાજ 🌹🙏
*****************
જંતર વાગે રૂડુ જંતર વાગે,
ખૂબ ખરાખરી વાગે રે,
ઓલ્યા અનુભવી વિરલા જાગે...જંતર
🌷🌷🌷🌷🌷🌷
દોઈ મળીને તુબા બનાયા,
તુબે તાર લગાયા,
એ તુબાકા નામ પ્રેમ હે,
પ્રેમ તત્વ સે પાયા,.......જંતર
🌷🌷🌷🌷🌷🌷
એ પચ્છીસ કા જંતર બનાયા,
નવ તે તાર લગાયા,
સોળ સે રાણી નો રાજીયો,
એણે આ જંતર બનાયા,.... જંતર
🌷🌷🌷🌷🌷🌷🌷
ઈગલા પીગલા સુષુમ્ણા નાડી,
સુખ સહેજ મા જાગે
અધર આસન મારા ગુરૂજી બીરાજે,
અનહદ વાજા વાગે.......જંતર
🌷🌷🌷🌷🌷🌷🌷
ગગન મંડળ ની ગોખમાં રે,
ત્રીવેણી ની માય,
જોધલ પ્રતાપે ભણે ભવાનીદાસ,
સુરતા લાગે ત્યાય... જંતર
🌷🌷🌷🌷🌷🌷🌷
🙏🌹જય સીતારામ🌹🙏
🙏🌹જય સતગુરૂ મહારાજ🌹🙏
૨૫ . માર્ચ .૨૦૨૧