🙏🌹🌹🔱 સંતવાણી 🔱🌹🌹🙏
એવા હેત રાખજો તમે રામથી રે.....
રાખે જેમ ચંદ્રને ચકોર, રાખે જેમ બપૈયાને મોર.
એવા હેત રાખજો તમે રામથી.....
હેત રે વખાણીએ કુંજલડી કેરા
બચલા મેલીને મેરામણથી
જાય
આઠ આઠ માસે આવીને ઓળખે રે....
એનુ નામ હેતરે કેવાય
એવા હેત રાખજો તમે રામથી.....
હેતરે વખાણીએ વીછણ કેરા
બચલાને સોપીદે શરીર
આપરે મરેને પરને ઓધરે
એવી જેની મેરુ સરખી ધીર
એવા હેત રાખજો તમે રામથી.....
અન્નડ પંછીને હેતરે ઘણેરો
ઊડીને આકાશેથી જાય
દ્રષ્ટીએ થકી કુળ જેના નીપજે
એનુ નામ હેતરે કેવાય
એવા હેત રાખજો તમે રામ થી.....
હેતરે વખાણીએ પનીહારી કેરા
કુવે જળ ભરવાને જાય
હસે રે રમે ને કરતાળી દીયે છતા એની સુરતા બેડલાની માય
એવા હેત રાખજો તમે રામથી.....
રંગબીરંગી ભમરડો
ઉડીને આકાશે થી જાય
દાસી જીવણ સંતો ભીમ ને ચરણે
આવી વાતુ અનુભવીને ઓળખાય.
એવા હેત રાખજો તમે રામ થી.....
🙏 ।। રામ રામ ।। 🙏