*ઓતમ છે હો ગુરુના માતમ છે*
✍🏻 *નારદમુનિ*
🪴🪴🪴🪴🪴🪴🪴
ઓતમ છે ગુરુ ના માતમ છે
મારા ગુરુજીના દર્શન અરજણ ઓતમ છે...
પે'લો પે'લો અવતાર રે અરજણ કાગા કેરો ધરીયો હો જી રે ..
સુખડ ને લાકડે બેઠો ચાચ ઘસે રે.....
મારા ગુરુજી ના દર્શન અરજણ ઓતમ છે.....
બીજો બીજો અવતાર રે અરજણ
બગા કેરો ધરીયો હો જી રે
માન રે સરોવર બેઠો મછીયા ચુને રે ....
મારા ગુરુજી ના દર્શન અરજણ ઓતમ છે......
ત્રીજો ત્રીજો અવતાર રે અરજણ
હંસા કેરો ધરીયો હો જી રે
માન રે સરોવર બેઠો મોતીડાં ચણે રે......
મારા ગુરુજી ના દર્શન અરજણ ઓતમ છે.....
ચોથો ચોથો અવતાર રે અરજણ
સાધુ કેરો ધરીયો હો જી રે.
ભરી રે સભામાં બેઠો જ્ઞાન વદે રે.....
મારા ગુરુજી ના દર્શન અરજણ ઓતમ છે.....
ગુરુના પ્રતાપે નારદમુનિ બોલિયાં હો જી રે
તારી ને ઉતારો ભવપાર તરે....
મારા ગુરુજી ના દર્શન અરજણ ઓતમ છે......
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻