એક દાવો , તું દાવો પર લગાવી જો,
હાર ને જીત માંહી તું , જતાવી જો;
રણ માં વરસે હરખતી પછી ઈચ્છા,
ટીપું ચાતક તણી ચાંચે નિચોવી જો;
વેદનાથી રડી થાકી , છે જ્યાં આંખો,
હાસ્ય છોળો, હસીને તું ઉછાળી જો.
જો ઇશારો , કટાક્ષે, છૂપો નૈનો માં,
મર્મ એવો તું મનથી, ત્યાં સજાવી જો.
ઝખ્મ માંહી થઈ, દોસ્તી જ સાચે તો ,
દર્દ આનંદ છાતી , પર લગાવી જો.
======================
-મોહનભાઈ આનંદ