આવ રે મન, બેય તરફી આવ તું ,
મારી હસ્તી ને, જરા સમજાવ તું.
છે મનોરથ જોને , ઈચ્છા કારણે,
કલ્પનામાં ક્યાંક, મન ભટકાવ તું.
શૂન્યમાં જો થાય લય મન એક તું,
દ્વૈત ભાવે કેવા, કિમિયા લાવ તું.
ખૂંદતા જો ખૂદમાં પામી જાત ને,
જાદૂ જેવો છે જ , સાચે હાઉ તું;
પ્રેમ પ્રતિપળ ત્યાં ખરેખર પામતાં,
ભીતરી આનંદ જો, પ્રગટાવ તું;
-મોહનભાઈ આનંદ