Gujarati Quote in Jokes by Umakant

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનપાંચમનો મેળો


૧)“જાતની સાથે સેટિંગ કરવું અઘરું છે,
મોત માટે પેકિંગ કરવું ય અઘરું છે.
બીજાથી ભલે હો રૂબરૂ સદા માટે,
પોતાનાંથી ડેટિંગ કરવું ય અઘરું છે.
સૌ માટે ભલે રહેતા હો ઓનલાઇન,
હૃદયથી ચેટિંગ કરવું ખૂબ અઘરું છે.
આજકાલનો યુગ છે મોંઘા ‘મોલ’નો ,
હાશનું શોપિંગ કરવું ય અઘરું છે.!”

૨) અલગ વ્યક્તિત્વ નિર્માણની ધરોહર બાબતે
દાખલા જાનીવાલીપીનારા વિષે કાંઇક આવું કહીશ:
કોઇની જાળવણીનો જાંબલી,
તો કોઇની નિખાલસતાનો નીલો,
અને કોઇની પાસેથી વ્હાલનો વાદળી,
તો ક્યારેક લાગણીઓનો લીલો અને
અને કદીક પીડાનો પીળો,
નાનપનો નારંગી
ને રાજીપાનો રાતો રંગ !
જીવનમાં આ રંગો ઉમેરીએ ત્યારે જ
તેજોમય ખુમારી સપ્તરંગી થાય.

૩) “ફ્રી થાઓ તો વાત કરૂ.
બોલોને વાત કરવા ફ્રી જ છું.

૪) જેટલા માથા એટલા નોખા વિચાર.

૫) સમી સાંજનો સમય થયો, ઘરે પાછા ફરતાં
ડાબી બાજુ મસ્જીક તરફ સહેજ માથું ઝુકાવીને
મનમાં બોલી જવાયું ‘જયશ્રી કૃષ્ણ’

૬) હજારો માણસો પર્યાવરણની રેલીમાં જોડાયા,
બાદમાં સ્વચ્છતાકર્મીઓએ શહેરની રસ્તા
પરથી પાણીના ખાલી, પ્લાસ્ટિક પાઉચ
હજ્જારોની સંખ્યામાં ભેગા કર્યા.

(ગુજરાત ટાઇમ્સ “સપ્તક” પૂર્તિની સાભાર 🙏

Gujarati Jokes by Umakant : 111684194
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now