કાંધ રે દીધી ને દેન દીધાં રે, સોનલદે !
પોઢણાં દીધાં રે તમને રાખનાં હોજી.
આ ઉપરાંત ‘રાણી સોનલદેનું મરશિયું’ ધ્યાનાહાર્ય છે.
‘લાખા સરખી વારતા’ એ દીર્ઘકાવ્યનો એક અંશ જુઓ:
°
વીર કાચી રે કરચથી કપાણો, હાય હાય !
વીર ઊભી રે બજારમાં મરાણો, હાય હાય !
વીર વંશ રે પુરુષ કેરો બેટો, હાય હાય !
વીર હાથપગધડનો ત્રિભેટો, હાય હાય !
વીર કાગળ-પતરમાં લખાશે, હાય હાય !
વીર વારતામાં ફૂલડે ગૂંથાશે, હાય હાય !
°°
વીર અડધો મર્યો ને આખો પાળિયો ખોડાય.
વીર અડધો મર્યો ને આખી ચૂડિયું ફોડાય.
વીર અડધો મર્યો ને આખી છાતીયું કૂટાય.
વીર અડધો મર્યો ને આખી છાવણી રંડાય.