હું તો તારા રંગે રંગાયો, હવે હું શું મનાવું હોળી?
તને મારા જ પ્રેમથી રંગુ આવ જો થોડી ઓરી.
નહીં ચડે હવે મારા પર કોઈ પણ કસુંબલ રંગ,
લઈને ભલે આવે તું રંગબેરંગી રંગોની ઝોળી.
ખીલ્યો છે ફાગણીયો આજ મારા આ દિલમાં,
કેશુડાના રંગે રંગુ તારા દિલ સંગ દામન ચોળી.
તારા સંગાથે નાચું, ઝુમૂં ને ગાઉં ફાગણના ગીત,
મદહોશ થઈ જાઉં વગર પીધે ભાંગ પણ થોડી.
આમ કેમ ભાગે સનમ તું મારાથી આટલી દૂર?
તું જ તો લઈ ગઈ છો મારા તનથી દલડું ચોરી.
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)