ચાલો આજ મળીને કરીએ હોળીકા દહન.
સાથે કરીએ લોભ ને લાલચનું પણ દહન.
કામ વાસના ને ભ્રષ્ટાચારનો કરીએ ત્યાગ,
સાથે મળીને કરીએ સારા વિચારોનું વહન.
સુખ, શાંતિ ને ખુશહાલી ફેલાય, ચારેકોર,
જો લહેરાય ચોમેર, સદ્ વિચારોનો પવન.
મોહ માયા અને ક્રોધને કરીએ તનથી દૂર,
શુધ્ધ ને પાવન બનશે આ કોમળ જહન.
પ્રેમ ભાવના, દયા કરુણા રાખીએ સૌ પર,
વિનોદથી હર્યો ભર્યો બને સંસારરૂપી ચમન.
દરેકને દિલથી મુબારક હો હોળીકા દહન.
આપે શુભકામના 'વિએમ' લખી આ કવન.
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)