શબ્દો તણી પાંખો, દરિયા દિલી ધમાલ છે.
શાહી છે મનની કલ્પના , કેવી કમાલ છે;
ધસમસ પ્રવાહી, લાગણીઓનાં જ પૂર માં,
ત્યાં લેખિની સફરો જો, દિલદારી રવાલ છે;
છે અશ્રુઓ તો મીઠડાં,ટહુકો કરે વસંત જો,
ઝાકળમાં ભીનાં ભાવથી , કેવો સવાલ છે;
મસ્તી જરા માણે જો,સ્પંદન પ્રેમમાં સ્ફુરિત ,
છોળો ઉડે હસતા ચહેરા પર જમાલ છે;
આનંદ ત્યાં ખોવાઇ ને , પામી જતા ખરે,
અંતર મહીં શૂન્યે જરા , જીવન જલાલ છે.
-મોહનભાઈ આનંદ