જ્યાં સાંજ ઢળી ને સમણાં જાગ્યાં;
તને મળવા આ પગ બમણાં ભાગ્યા;
તું છે કેટલી દૂર મારા દિલથી સનમ?
એ વિચારે હાથ જઈ લમણા લાગ્યા;
આહટ સાંભળી જો કોઇ પગરવની,
ડાબાની ભેગાં ભેગાં જમણાં વાગ્યાં;
આંખો ટકાવીને રાખી છે ખડકી પર,
ઉંબરા સંગ સંગ મેં આંગણાં તાક્યાં;
ના દેખાયું આંગણામાં જ્યારે કોઇ તો,
મારા આ દિલના હર ભ્રમણાં ભાંગ્યાં;
..✍️ વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)