On Roj Mohor, Mah Aavan, 30 years ago, you left for your Heavenly abode.... we Miss you MOM ....
માઁ
માઁ, ભરાઈ જાય છે હૈયુ મારુ, આવે છે જ્યારે તારી યાદ;
જેમ બેબી બોલાવતી તું મને, તેવો જ પાછો, આપને એ સાદ.
એટલી જલદી તને બોલાવી લેવાની, રહેશે અહુરા સામે ફરિયાદ.
પણ પ્રેમ માત પિતાનો લખલૂંટ પામવા માટે, આપું છું હું, અહુરા ને દાદ
કદી ન તેં ધમકાવી હતી, શાંતિથી સમજાવતી હતી, એ છે યાદ
નિખાલસ પ્રેમ આપવા માટે માનુ છું હું તારો ખૂબ ખૂબ આભાર
ડેડ અને તેં આપીયો હતો હર ચીજ માં અમને, બેહદ સહારો અને આધાર
આજે ત્રીસ વર્ષ વીતી ગયાં, તારા વિયોગમાં, છતાં વહે છે, અશ્રુ ની ધાર
જ્યારે અશ્રુ ભરી આંખોથી તને આપી હતી વિદાય, વેદના થઈ હતી અપાર
યાદ છે એ દિવસ, જ્યારે ડેડ એ કહ્યું હતું, "આજથી હું તમારો ડેડ અને મૌમ, તમારો આધાર."
દુઆ માંગુ છું હાથ ઉઠાવી, રાખે તમને બંન્નેને દાદાર એમની બાંહોમાં સદા.
Armin Dutia Motashaw