મળી નજરો નજરમાં ઉતરતી હોય છે,
ને વાતો ત્યાં વિવેકે , સરકતી હોય છે;
ઉધારી ના કદીપણ , જો જરા રાખતા ,
હિસાબી છે જ વાતો ,મરકતી હોય છે;
મટી જો છે જવાની, ત્યાંય ફિતરત મહીં,
ખરેખર જીંદગી ત્યાં , ખટકતી હોય છે;
ન મળ્યા છે ક્દી જ્યાં મન ,કહીએ શું ત્યાં?
ભલે મોટી ધજાઓ, ફરકતી હોય છે.
છે નિર્મળ દ્રષ્ટિ જો વ્હેવારમાં હોય જ્યાં,
પછી આનંદ માણી , મટકતી હોય છે;
-મોહનભાઈ આનંદ