આ દુનિયા મારાથી કઈક રૂઠી હતી વૃદ્ધાશ્રમમાં મારી ' માં ' પણ દુઃખી હતી
બૂમો પાડીને એ પણ મને કહેતી હતી
બેટા હું પણ ક્યાં તને નડતી હતી
શરમથી ઝૂકેલી નજરો આજે તેને શોધતી હતી
મને ક્યાં ખબર હતી મારી માં વૃદ્ધાશ્રમમાં રહેતી હતી
જ્યારે પણ છુપાઈને જતાં તેને મળવા
' માં ' ત્યારે પણ મારી પ્રશંસા કરતી હતી
વૃદ્ધાશ્રમ નાં એક ખૂણામાં તે બેઠી હતી જીવનનાએ વીતેલા દિવસોને વાગોળતી હતી
જ્યારે ખોલી 'તી એને મોતની કિતાબ ત્યારે
હરએક પન્ને દીકરાની નફરત જડતી હતી
નથી પંખો છતાં એ હસતી હતી
દીકરા માટે ઈશ્વર પાસે ખુશીઓ એ માંગતી હતી