રાહ કઇ, મંઝીલ કયા -શી ખબર
શું પામવું, શું ત્યજવું કોને ખબર !?
જીવન કવનમાં સૌ ખોવાઇ ગયા,
કોણ આવ્યું, કોણ- ગયું કોને ખબર !?
એ બાળપણ ને ભોળપણ ગુમ થયું,
વય વધી, સમજ ઘટી -કોને ખબર !?
રોજ કમાણી મે ખીસ્સામા ભર્યા કરી,
‘હાશ’ નો છે કે ‘હાય’ નો છે કોને ખબર !?
વિરહના સીમાડા હમણાં જ ઓળગું હું,
શું નડે છે,શું કામ નડે છે- કોને ખબર !?
.....નિલેશ ધોળકિયા