મોગરો ખીલશે ને સુગંધ ચોતરફ રેલાશે,
વાયરા મંદ મંદ વાશે આ ગુગલ ને ખબર હોય?
ક્યા આંબે મોર બેસસે ને ક્યાં મીઠી કેરી
ક્યાં મોર સોળે કળાએ ખીલશે ગુગલ ને ખબર હોય?
આંખના ખૂણા કેટલા પલળશે ને દિલ કેટલું દુખશે,
હ્રદય કેટલું ભાંગશે ગુગલ ને ખબર હોય?
ખાલી છે ખોળો ને કિલકારી વગરનું બાળપણ
આ શેરીઓમાં રમત ક્યારે રમાશે ગુગલ ને ખબર હોય?
ખોવાઈ છે કુદરત ને આ કૃત્રિમ બજાર ઉભરાશે,
વરસાદ ને ટાઢ તડકો ક્યારે કેટલો લાગે ગુગલ ને ખબર હોય?
લીમડો કડવો ને કડવી એની વાતું થી મીઠી સુવાસ રેલાશે,
ફાયદા એ કડવાશના ગુગલ ને ખબર હોય?
ચકલી ની ચીં ચીં સાવજની દહાડ કેટલી થાશે,
જંગલ નો તડકો છાંયો કેવો ગુગલ ને ખબર હોય?
મોઢે માસ્ક પહેરીને ભાથું ભરતો માનવી ભટકશે,
ક્યાં કેટલો ને કોને કોરોના થાશે ગુગલ ને ખબર હોય?
- દયા સાકરીયા (ભણેલી એક અભણ)