*સ્કૂલ બેચના રી-યુનિયન નિમિત્તે લખાયેલી એક નઝમ:*
*સૌ યાર જિંદગીની મઝધારમાં મળ્યા,*
*સાયકલ ઉપર જતા હતા એ કારમાં મળ્યા,*
*એ બાળપણની મસ્તી ફરી જીવતી થઈ,*
*કોમ્પલેન જે પીતા એ બધા બારમાં મળ્યા....*
*થોડો ઉમેરો*...👇🏼
*બેન્ચ પર એકલાં સાથે બેસતા હતાં, એ સહ પરિવાર મળ્યાં,*
*કોઈ મળીને પરદેશ ગયાં તો કોઇ પરદેશથી આવીને મળ્યાં .*
*માથે દફ્તર ઉચકીને જતા હતા જેઓ,*
*તે રાજ્યનો ભાર ઉપાડતાં ઉચ્ચ અધિકારી થઈને મળ્યાં.*
*કોઇ વિખ્યાત ડોક્ટર, તો કોઇ એન્જીનીયર બનીને મળ્યાં.*
*હતા ક્લાસમાં જે મોનિટર, તે નેતા સ્વરુપે મળ્યાં*
*સ્કુલમાં જે લેસન લાવતાં ન્હોતા, એ સંતાનોને લેસન કરાવતાં મળ્યાં.*
*બાળપણની મિત્રતા જ નિરાળી છે દોસ્તો,*
*જ્યારે પણ મળ્યાં, પગ જમીન પર રાખીને મળ્યાં*
*😊મિત્રોને સમર્પણ😊*