દુનિયામાં રહેવું દાડા ચાર,
કાંઇક કાંઇક તો કરો વિચાર,
કેના પુરૂષ ને કેની નાર,
જૂઠી બંધાણી છે જાળ.
સંકટ વેઠયાં અપરંપાર,
માંડ મલ્યો મનુષ્ય અવતાર,
તેમાં સત્સંગ મોટો સાર,
પ્રીતે કરજો પર ઉપકાર.
આજ કાલ ઉપાડે કાળ,
કોઈ નહી ચડે વાંહે વાર,
જીતી બાજી હવે ન હાર,
જહાજ પડ્યું સમુદ્ર મોજાર.
રેજો સંત ચરણ ની લાર,
અંત વખત સુંધી એકતાર,
દાસ સવો કહે ભેદ ન ભાળ,
તો ગુરુજી ઉતારે પેલે