ખ્વાહિશ...
છે ખ્વાહિશ દિલ માં એટલી
કોઈ કામ એવુ કરી જાઉં
હું રહુ કે ના રહુ જગત માં
પણ નામ એવુ કરી જાઉં...
લુછી કોઈ ગરીબ ના આંસુ
મન માં એના હસી જાઉં
ઘર કરું સહુ ના હૃદય માં
અને એમાં હું વસી જાઉં...
દુઃખ દર્દ કોઈ નું જોઈ ને
ભીતર માં હું રડી જાઉં
સહારો બની જાઉં કોઈ નો
પછી ભલે હું પડી જાઉં...
જગત ના બધા કુકર્મો સામે
એકલો યુદ્ધ હું કરી જાઉં
ચાલતા એ સત્ય ના પંથે
થાય ભૂલ તો ડરી જાઉં...
વિશ્વાસ છે ખુદ માં મને
સિંહ ગર્જના કરી જાઉં
ઘવાય નહિ નિર્દોષ મુજ થી
એ ખયાલ થી ડરી જાઉં...
વહાવું પ્રેમસરિતા જગત માં
એમાં ડૂબી હું તરી જાઉં
હા છું "મહોબ્બત નો આશક"
એવો પ્રેમ હું કરી જાઉં...
બની ને શંકર "બકુલ" હું
જગત ના બધા ઝેર પી જાઉં
બની વૃક્ષ કોઈ નો વિસામો
બળતા તાપ માં હું તપી જાઉં....
-બકુલ ની કલમે...✍️
ગઝલ
22-03-2021
07.14