Gujarati Quote in Thought by Maitri Barbhaiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ટેટ્સ

આજકાલ સ્ટેટ્સનો જમાનો છે.કોઈના કોઈ માટે આપણે સ્ટેટ્સ મૂકતા હોઈએ છીએ અને ક્યારેક બસ આમ જ તો ક્યારેક કોઈની યાદમાં સ્ટેટ્સ મૂકવાની ઈચ્છા થાય છે.એ સ્ટેટ્સ દ્વારા આપણે પ્રેમ કે કોઈને યાદ કરવાની સાબિતી આપી દેતા હોઈએ છીએ.હવે તો એવા પણ ફિચર્સ આવી ગયા છીએ કે જેને આપણે આપણા મનની વાત કહેવી હોય એ સ્ટેટ્સ ફક્ત એને જ દેખાય, કોઈ ખાસ સ્ટેટ્સ ચોક્કસ વ્યક્તિને દેખાય એવા સેટિંગ્સ તો કરી દીધા પણ અગત્યનું એ છે કે કે શું તે આપણા સ્ટેટ્સ જોવે છે? જ્યારે આપણને ખબર પડે છે કે જેના માટે આપણે સ્ટેટ્સ મૂકીએ છીએ એને તો એ જોવાની ફુરસદ જ નથી ત્યારે રચાય છે નીચે મુજબનો સંવાદ:

એક દિવસ જ્યારે અચાનક રીના અને ઋષિકેશ વચ્ચે અલપઝલપ વાતો થાય છે ત્યારે રીના મજાકમાં કહેતી હોય છે કે યાર ઋષિકેશ તું આજકાલ મારા સ્ટેટ્સ જ નથી જોતો એટલે હવે મેં સ્ટેટ્સ મૂકવાના જ બંધ કરી દીધા.ત્યારે ઋષિકેશ પ્રત્યુતર આપે છે કે હું તારા સ્ટેટ્સ જોતો હતો એટલે તું મૂકતી હતી કે તું સ્ટેટ્સ મૂકતી એટલે હું જોતો.આ કહેતા જ બંને જણા ખડખડાટ હસી પડે છે અને ઋષિકેશ ના આ જવાબમાં રીના ને પણ પોતાનો જવાબ મળી જાય છે.

Gujarati Thought by Maitri Barbhaiya : 111679272
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now