ચકલી...
ચકલી આવી
મારાં આંગણા માં...
એનો કલરવ
મને
લાગતો
મીઠો
કુંડે પાણી પી
ઘડીક બેસે ને
ફરરરર કરતી
જાતી ઉડી એ ને
વળી
આ આસોપાલવ ને બોરસલ્લી
માં એ
છુપાઈ જાતી
વીણી તણખલા
આવતી એ
એના લવ નેસ્ટ માં
કરતી માળો
જોઈ
મારું મનડું
હરખાય
ચીં ચીં કરતી
ધ્યાન મારું ખેંચતી
હિંચકે બેઠા
છાપું ય
ના વાંચવા દેતી..
બળ્યું આ છાપું..
તારા કલરવ આગળ એની
શું વિસાત "બકુલ"..?
મને તો વ્હાલી
મારી "ચરકલડી"
-બકુલ ની કલમે...✍️
ચકલી પ્રેમ..
20-03-2021
09.21