સ્મરણ કરીલે સાહેબજી નુ
ધ્યાન ધરી લે મન માહિ
સુરતા સાધીલે ગુરૂ સરણે પાર પોસાડે પલમાહિ.... સ્મરણ કરીલે સાહેબજી નુ
મેલી દે પ્રપંચ દેહ ઉપાધી સોડિદે
મન કલ્પ માયા
દમે દમ દયાને ઓળખી ધર્મ મે ધ્યાન રાખ ધારી... સ્મરણ કરીલે સાહેબજી નુ
ડાળ પાન કો દુર કરીને મુળમા શીશે જોજળ જારી
ઓર કલ્પના અળગી કરે તો ફળ સાખે નર ભારી...સમરણ કરીલે સાહેબજી નુ
તુહિ શબ્દ મે તાર મીલાવી મન સુરતા ને રાખ સારી
અજબ શબ્દમાં આનદ રેવે માયા લેશ પણનહિ તેયા હિ....સમરણ કરીલે સાહેબજી નુ
ગુરૂ સરણમે રહે આઠેપોર ઓર નય મન ઉપાધી
દાસ લાભુ ઉગારામ પ્રતાપે કલ્પના નહિ એ કલ્પ માહિ...સમરણ કરીલે સાહેબજી નુ
ધ્યાન ધરી લે મન માહિ સુરતા સાધીલે સદગુરૂ સરણે