*સમર સરજનહાર રે*
✍🏻 *છોતમ સાહેબ*
🌿🌿🌿🌿🌿🌿🌿
સમર સરજનહાર રે,મન સમજ સરજનહાર...
આકાશથી જે રહે આઘો,પચીસ કેરી પાર
તે પ્રભુ કરતા સર્વનો,જ્યા હા સમે ઓમકાર...
જેની ઈચ્છા વડે ઉપજે,બ્રહ્માંડ કોટી અપાર
ઈચ્છા વડે પોષે પાળે,વળી કરે સંહાર...
અનંત શક્તિ અપાર મહિમા,વેદ કરે ઉચ્ચાર
તત્ત્વમસીનો અર્થ જોતા,જડે નહિ તેનો સાર...
આકાશમાં એક શબ્દ વ્યાપક,તેમાં અક્ષર સાર
અક્ષરમાં અક્ષરાતીત વ્યાપક,છોટમ તે કિરતાર...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻