સવારામ બાપુ ની વાણી
✍️🧎🏻♂️🧎🏻♂️🧎🏻♂️✍️
એવા કુડીયાના કરતુક દેખીને દીલડુ મારું ડરેશે રે
કુડીયાના કરતુક દેખીને દીલડુ મારું ડરેશે રે, ટેક
એવી પ્રતિજ્ઞા લઈને પ્રિતુ કરેશે સ્વાર્થ દેખીને દીલડુ હરેશે,
એવા થાકેલ મનુષ્ય થુકીને ગળે છે એવા મેલા રદયથી મળે છે રે,કુડીયા ના કરતુક,
એવી મીની મુસાને પકડી લીયે છે પકડીને પાછો મુકી દીયે છે રે
પછી પકડવાની પહેરવાઇ માં રહે છે રે કુડીયા ના કરતુક,
એવો શેળો સર્પનું પુંછ પકડે છે બોલ્યા વીનાનો બેસી રહે છે રે,
એવી ભૂડંપ તો અંતે ભોરીગ ને દીયે છે અંતે મણીધર મરે છે રે, કુડીયા ના કરતુક,
એવો મર્મ મગરનાં જેવો કરે છે જખમારી ને પેટ ભરે છે રે,
એવો પ્રભુનો સંત થઇ ને પૂજામાં રહે છે રે એનાથી દાસ સવો ડરે છે રે, કુડીયા ના કરતુક દેખીને
👏🏻👏🏻😭😭👏🏻👏🏻