કેવળ અહીં , શબ્દો સહારો છે
ડૂબતાને તણખલું ત્યાંય આરો છે
ક્યાં સહજ છે, ભેદન કરે લક્ષ્ય ,
ચંચળ જ્યાં મન ,તેનો ય વારો છે.
ધારણ કરી રાખો, ફક્ત ધીરજ,
ચેતન મહીં જોડે , એ ધારો છે.
ત્યાગી રહો , ભેદો બધા જ્યારે,
નિર્મળ થતાં , મન એકતારો છે;
ઝૂલતી રહે, મજધાર માં કસ્તી ,
આનંદ ભીતર માં , કિનારો છે.
-મોહનભાઈ આનંદ