મારી આ કૃતિ દ્વિતિય નંબરે વિજેતા થઈ છે.
ગુજરાતી રસધારા ગદ્ય સ્પર્ધા
વિષય:- લોહી ભીની ચૂંદડી.
પ્રકાર:- માઈક્રો ફિક્શન.
શીર્ષક:- દેશપ્રેમ.
અંબામાનાં મંદિરમાં ગોરાણીએ જોયું તો ગોરબાપા અજાણી વ્યક્તિ પાંસેથી હથિયાર લઈ માતાજીની મૂર્તિ પાછળ સંતાડતા હતાં.ગોરાણીએ અજાણી વ્યક્તિના માથામાં પ્રહાર કરી બેભાન થતાં જ માતાજીનું ત્રિશૂળ લઈ ગોરબાપાની છાતીમાં મારી તરત અજાણી વ્યક્તિની છાતીમાં મારી બંનેને સ્વધામ પહોંચાડી દીધાં.બંનેની છાતીમાંથી ઉડેલા લોહીનાં ફુવારા માતાજીની ચુંદડી પર પડતાં જ માતાજીની ચુંદડી લોહી ભીની થઇ ગઈ.
ગોરબાપા અને અજાણી વ્યક્તિની ચીસ સાંભળી ગામલોકો દોડી આવ્યાં, અંદરનું દ્રશ્ય જોઈ હેબતાઈ ગયાં.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૧૧-૩-૨૦૨૧.