Quotes by Vibhuti Desai in Bitesapp read free

Vibhuti Desai

Vibhuti Desai

@vibhutidesai
(80)

લાભપાંચમની શુભેચ્છા.

લાભપાંચમે
આપ પધાર્યાં!
રહી ગયાં દિલમાં.
દિલ રંગાયું,
આપનાં પ્રેમે.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા,બિલીમોરા.

Read More

શીર્ષક :- ગરબે રમવા આવ

નવરાત્રીનાં આવ્યાં રૂડાં નોરતાં
કે માડી તું (૨)ગરબે રમવા આવ.
ભક્તો જુએ છે તારી વાટડી
કે માડી તું (૨)ગરબે રમવા આવ.
માડી આવે તો તને મુગટ પહેરાવું,
કે માડી તું (૨) મુગટનાં તેજે આવ.
માડી આવે તો તને હીર કેરાં હાર પહેરાવું,
કે માડી તું (૨)હીરલાનાં ચમકારે આવ.
માડી આવે તો તને ચૂડલા પહેરાવું,
કે માડી તું (૨)ચૂડલાનાં રણકારે આવ.
માડી આવે તો તને ઝાંઝર પહેરાવું,
કે માડી તું (૨)ઝાંઝરનાં રણકારે આવ.
માડી આવે તો રૂડાં સાથિયા પૂરાવું.
કે માડી તું (૨)સાથિયાનાં રંગે આવ.
નવરાત્રીનાં આવ્યાં રૂડાં નોરતાં
કે માડી તું(૨) ગરબે રમવા આવ.

✍️© વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલિમોરા

Read More

ત્રિનેત્રધારી
લેતાં વિદાય-
થયાં મંદિરો સુનાં!
શિવ બિરાજે
સૌનાં હ્રદયમાં.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More

તાપી નદી પર આવેલું પ્રકાશા કે જે દક્ષિણ કાશી તરીકે ઓળખાય છે.એની યાત્રા કરવાનો લાભ અમને મળ્યો.અમે સૌ બહેનો શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી .
પ્રકાશાનું મુખ્ય મંદિર કેદારેશ્વર ,એની બાજુમાં જ કાશીવિશ્વનાથ મહાદેવ.કાશીની યાત્રા જેટલું જ પૂણ્ય આ મહાદેવનાં દર્શન કરવાથી મળે.
પુષ્પ દંતેશ્વર મહાદેવ. આ મહાદેવ માટે એવી દંતકથા છે કે એક રાજા રોજ ફુલ ચઢાવતો.એક દિવસ ફૂલ ન હતું તો પોતાનો દાંત કાઢીને ચઢાવ્યો તો ત્યાં તરત બીજો દાંત આવ્યો એટલે એનું નામ પુષ્પ દંતેશ્વર. આ મંદિર પાસે અર્ધ કાશી અને બિલ્વેશ્વર મહાદેવ મંદિર છે.
સંગમેશ્વર મહાદેવ તાપી,ગોમાઈ અને પુલિંદા નદીનો સંગમ થતો હોવાથી સંગમેશ્વર નામ પડ્યું.
ગૌતમેશ્વર મહાદેવ મંદિર.
વ્યારામાં મનકામેશ્વર મહાદેવ મંદિર એવી લોકવાયકા છે કે આ મહાદેવનાં દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
ઉનાઈમાં ઉનાઈ માતાનાં અને અનાવલમાં શુકલેશ્વરદાદાનાં દર્શન કરી સૌ ધન્ય થયાં.

Read More

જીવ એ જ શિવ
મંદિરમાં
ફાંફાં
શું કામ મારે માનવ !
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

દુનિયામાં મારું આગમન
એ રોમાંચક ઘટનાના
સહભાગી મારાં પિતા
મારાં આગમનનીને
માતાના ક્ષેમની
ચિંતાગ્રસ્ત મનથી
પ્રાર્થના કરતાં મારાં પિતા
મારો પહેલો ઉચ્ચાર
મારું પહેલું ડગલું
પા-પા-પગલી
જેવી રોમાંચક ઘટના
મારી માએ મોકલેલ
પત્ર વાંચીને
સંતોષ માનતા મારાં પિતા
દૂર છતાં મને પાસે અનુભવી
ખુશ થતાં મારાં પિતા
મારાં અરમાન પૂરા કરનાર મારાં પિતા
હું આજે જે કંઈ છું
મારાં પિતાના યોગદાન વગર શક્ય જ નથી
હયાત ન હોવા છતાં સાથ અનુભવું છું પિતાનો
રોજેરોજ પિતાને યાદ કરીને
પિતૃ દિનની શુભેચ્છા,
જગતપિતા સહિત સર્વ પિતાને.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા
બિલિમોરા.

Read More

અક્ષય ત્રીજ
ખેડૂત ઘરે
લાપસીનાં આંધણ
ખેડૂત કેરાં
નવલાં વર્ષે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ,
આજ અમારાં દ્વારે,આજ અમારાં દ્વારે.

આસોપાલવનાં તોરણ બંધાવ્યાં સ્વાગત કાજે,
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ આજ અમારાં દ્વારે(૨)

રૂડાં બાજઠ શણગાર્યા આસન કાજે.
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ,
આજ અમારાં દ્વારે.(.૨)

ગુલાબનો તો હાર બનાવ્યો પ્રેમે પહેરાવું.
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ ,
આજ અમારાં દ્વારે..(૨)

લાપસીનો તો પ્રસાદ બનાવ્યો પ્રેમે આરોગો.
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ,
આજ અમારાં દ્વારે..(૨)

ભાવે કરું હું ભક્તિ તમારી પ્રેમે સ્વીકારો.
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ ,
આજ અમારાં દ્વારે...(૨)

કૌશલ્યાનંદન અરજ સૂણી વહેલાં રે પધારો
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ,
આજ અમારાં દ્વારે...(૨)

દર્શન દઈને ધન્ય કરો અમ સૌનું જીવન.
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ,
આજ અમારાં દ્વારે આજ અમારાં દ્વારે.

©️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More

કલમના કસબી ગૃપમાં મારી વિજેતા કૃતિ.

કલમના કસબી
સ્પર્ધા નંબર ૧૧૯-
વિષય-પિતા સાથેની યાદગાર પળો.
વિભાગ- ગદ્ય
શબ્દ- ૩૪૭
શીર્ષક - પિતા સાથે અંતિમ વાત

પિતાજીને બ્લડ કેન્સર માલુમ પડતાં તારીખ ૧૦/૬/'૯૦નાં રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યાં, ડોક્ટરે છ મહિનાની જિંદગીનું એલાન કરી દીધું જે પિતાજીને જણાવ્યું જ નહીં. પથારીમાંથી ઉઠવાની મનાઈ છતાં પણ એકદમ સ્વસ્થ લાગે. મારી સાથે વાત કરતાં કહે," વિભૂ, મારા નસીબમાં પૈસા જ નથી અમદાવાદમાં ઘર વેચ્યું અને પૈસા આવ્યાં તે આ માંદગીમાં વપરાઈ જવાના." મેં એમને સાંત્વન આપતા કહ્યું," એવું નહીં બોલવાનું કુદરતને ખબર હતી આ માંદગી આવવાની છે એટલે ઘર વેચાવીને પૈસાની સગવડ કરી આપી નહીં તો અત્યારે તમે આટલાં સ્વસ્થ ન રહી શક્યા હોત." તો કહે કે, એ વાત પણ સાચી. એમની સાથે આટલી વાત કરતાં તો દિલ ભરાય આવ્યું માંડ આંશુ રોકીને સ્વસ્થ છું એવો ડોળ કરી વાત કરીને
એમને હસાવતી રહી.
હું છેલ્લા દિવસોમાં મળવા ગઈ ત્યારની વાત. મારા ભાઈનાં લગ્ન બાકી હતાં. એકના એક દીકરાને પરણાવવાની હોંશ કોને ન હોય! મારાં ફોઈની દીકરીએ જ્યોતિષની વાત કરતાં મને જ્યોતિષને મળવા જવા કહ્યું , એમની સાથે મળવા ગઈ. જ્યોતિષે કહ્યું," તમારાં પિતા વધારેમાં વધારે બે જ મહિનાનાં મહેમાન છે," આ સાંભળીને હતભ્રત! પરંતુ પિતાજી સામે જુઠ્ઠું બોલવાની હિંમત કરી . મારાં બહેનને પણ જો એમને પૂછે તો સત્ય છુપાવવાની વિનંતી કરી અને કહ્યું," ભઈને (અમે પિતાજીને ભઈ કહેતાં) એમ જ કહેવાનું બે વર્ષ સુધી તમને કંઈ જ થવાનું નથી અને તમારાં હાથે જ તમારાં દીકરાના લગ્ન થશે."હોસ્પિટલમાં આવ્યાં એટલે ભઈએ પૂછ્યું ," શું કહ્યું જ્યોતિષે?" અને મારી વાત સાંભળતા જ ખુશ ખુશાલ મને કહે ,"વાહ સરસ સમાચાર લાવી , મારાથી બેસાસે નહીં તો સૂતાં સૂતાં ગ્રહશાંતિ કરીશ પરંતુ બાબાને તો હું જ પરણાવીશ." પણ રે કુદરત !આ વાત થઈને એક જ મહિનામાં પિતાજીએ અંતિમ વિદાય હોસ્પિટલમાંથી જ લીધી.
ફરી મળવા ગઈ ત્યારે છેલ્લા ત્રણ દિવસ હું સાથે હતી. ૧લી ઓગસ્ટે રજા આપવાનાં જાણી એકદમ ખુશ.આ ખુશી કુદરતને ક્યાં મંજૂર હતી!
૩૧ જુલાઈએ મને અમદાવાદથી મોકલીને કહ્યું,"બીજે દિવસે ડુંગરી જઈને ઘર સાફ કરાવજે રાત્રે કવીનમાં આવવાનાં એટલે."
કેવું નસીબ! પહેલી ઓગસ્ટનો સૂર્યોદય થયો પરંતુ સૂર્યાસ્ત પહેલાં જ હોસ્પિટલમાંથી નીકળતાં પહેલાં હેમરેજ થયું અને જીવનદિપ બુઝાયો.
ઘરે તો આવ્યાં પરંતુ નિર્જીવ દેહે. મેં તો ભઈનાં સ્વાગતની તૈયારી કરેલી , સાંજે ફોન આવતાં જ ભારે હૈયે ભઈને વળાવવાની તૈયારી કરવી પડી.
✍️© વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More

બાળ મજૂર નિષેધ દિન નિમિત્તે.

આજે પ્લે ગૃપથી બીજા ધોરણ સુધીનાં વિદ્યાર્થીઓ વિચારે , શાળાનાં શિક્ષકો અને માવતરની મહત્વકાંક્ષા નાં ભોગ બની ગૃહકાર્ય કરી રહેલાંને આ બાળ મજૂરી માંથી ક્યારે છોડાવશો!
ભગવાન આજના દિનથી ભારવગરનાં ભણતરનાં ધૂળ ખાતાં કાયદાનો અમલ કરાવે.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More