"વાત બની છે"
એક નવી યાદી બની છે,
દોસ્તીની નવી મિસાલ બની છે.
કાયમ રહે એ યાદી એવી વાત બની છે,
દોસ્તીની નવી મિસાલ બની છે..!
મનમાં એક છાપ બની છે,
રેહશે મનમેળ દોસ્તીમાં એ વાત બની છે,
દોસ્તીની એક મિસાલ બની છે.
મનના દ્વાર રહે કાયમ ખુલ્લા દોસ્તીમાં,
એ વાત બની છે,
અઢળક નહી પણ એક બે દોસ્તની વાત બની છે,
દોસ્તીની એક મિસાલ બની છે.
ખુલા મને જીવી શકીએ,
ખુલી વાત કરી શકીએ, એ દોસ્તીમાં વાત બની છે,
"સ્વયમભુ" અકબંધ રહે કાયમ દોસ્તી,એ વાત બની છે,
દોસ્તીની એક મિસાલ બની છે.
-અશ્વિન રાઠોડ
- સ્વયમભુ