રાહતનો દમ, હું લેવા માંગું છું,
નિરાંતે શબ્દો, કહેવા માંગું છું.
દુનિયાદારી છે જો વ્યવહાર મહીં,
દઈ ને પાછું કશું , લેવા માંગું છું,
જ્યાં દાઝે દિલ એ તૃષ્ણાનું તાપણું ,
ઝરતી આગને હું, સહેવા માંગું છું.
વળગણ છે સ્નેહનાં, તંતુથી બાંધેલું,
ભાવ તણી ભેટ હું , ધરવા માંગુ છું.
છે સ્વભાવિક વિશ્રાંતિ જો મન માંહે,
આનંદ હું તદ્રુપ , રહેવા માંગું છું.
-મોહનભાઈ આનંદ