દરિયો અને હું...
નામ લેતા તારું દરિયા
મન મારું રાજી થાતું
અસીમ અગાધ છે તું
ન્હાવા નું મન થાતું...
તારી ગહેરાઈ માં
રહસ્યો ઘણા છે
મારાં હૃદય તલ માં
ડૂબ્યા અરમાનો છે...
તારી અફાટ જલરાશી
અનિમેષ હું જોઈ રહુ
ઘૂઘવાટ તારો છે બહાર
ભીતર હું ઘૂઘવી રહુ...
સમાય તુજ માં કેટલી
સરિતાઓ અનેક છે
ભલે સમાય મુજ માં પણ
આ હૃદય તો એક છે...
વ્હાલી છે તને પણ એ
ચાંદની મને વ્હાલી છે
ઉભરાય તું પૂર્ણિમા એ
ભરતી મુજમાં વ્હાલી છે...
કિનારે અથડાય ઘણી
તારી લહેરો "ફેનિલ" છે
હું પણ લહેરાઉ ઘણો
હવે પાગલ આ દિલ છે...
વહી રહી છે "કલ્પના"
એ "બકુલ" માં વહેવાની
તરસ તારી અને મારી
એ તો કાયમ રહેવાની...
-બકુલ ની કલમે...✍️
ગઝલ
18-03-2021
11.00