Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગંગા સતી ની વાણી
✍️🪴🪴🪴✍️

અંત:કરણથી પૂજાવાની આશા રાખે
ને એને કેમ લાગે હરિનો સંગ રે,
શિષ્ય કરવા નહિ એવા જેને
પૂરો ચડ્યો ન હોય રંગ રે ... અંતઃકરણથી.

અંતર નથી જેનું ઉજળું,
ને જેને મોટાપણું મનમાંય રે,
તેને બોધ નવ દીજીએ
>ને જેની વૃત્તિ હોય આંયને ત્યાંય રે ... અંતઃકરણથી.

શઠ નવ સમજે સાનમાં
ને ભલે કોટિ ઉપાય કરે,
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય
ને એવાની અંતે ફજેતી થાય રે ... અંતઃકરણથી.

એવાને ઉપદેશ કદી નવ દેવો
ને ઊલટી ઉપાધિ વધતી જાય રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
એવાનો કરવો નહિ ઈતબાર રે ... અંતઃકરણથી.

👏🏻 સંતોના ચરણોમાં નમસ્કાર👏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111677972
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now