એને જાણે કોઈ અનુભવી જ્ઞાની જ્ઞાન ની વાતો છાની,
વાલીડા મારા મુંગે સ્વપના મા મોજુ માણી,
સમજે પણ વદે નહી વાણી... જ્ઞાન ની વાતો છાની,
વાલીડા મારા મુંગો સમસ્યા મા બોલે વાણી,
કોઈ જ્ઞાની એ ગત એની જાણી... જ્ઞાન ની વાતો છાની,
વાલીડા મારા જ્ઞાન મા મોઝો મજાની,
એને શુ સમજે અભિમાની ... જ્ઞાન ની વાતો છાની
વાલીડા મારા કહે સતારદાસ ધ્યાની,
શીદ ને કરો છો ખેચાતાણી ... જ્ઞાન ની વાતો છાની.
🌸જય ગુરુ મહારાજ 🌸
🌻જય ગુરુ મહારાજ 🌻
સબકા મગન મંગલ હો 🌹👏🏻
☘️☘️☘️☘️☘️☘️☘️