‼️♻️🌹 *જીવન જીવતાં શિખાય સંતોનાં સંગમાં* 🌹♻️‼️
જીવન જીવતા શીખાય સંતો નાં સંગમાં
એક ઘડી ધન્ય બની જાય સંતો નાં સંગમાં
સંતોનો સંગ એતો મીઠી છે વીરડી
નિર્મળતા આપતી એ શોભા ની ટીલડી
પ્રેમ ના ઝરણાં ઝીલાય સંતોના સંગમાં
જીવન જીવતા..
સેવાને સ્મરણ નાં સૂત્રો શીખવાય છે
માયાવી આવરણો દૂર થઈ જાય છે
દિલડા ની વાતો સમજાય સંતોના સંગમાં
જીવન જીવતા......
.
માનવતાનું મુલ્યાંકન થાય જ્યાં
દાનવીના દાવપેચ વીસરી જવાય જ્યાં
માટી સોનું થઈ જાય સંતોના સંગમાં
જીવન જીવતા......
સંસારી જીવોના પાપ તાપ જાય છે
દર્શન નેં સ્પર્શ થીં પાવન થવાય છે
ફેરો ફોગટ નવ જાય સંતોના સંગમાં
જીવન જીવતા.......
સાચાં સંતોમાં નિત્ય પ્રભુનો વાસ છે
અમી ભરી દ્રષ્ટિ થતાં પાવન થવાય છે
ગુરૂજી પ્રેમે મળી જાય સંતોના સંગમાં
જીવન જીવતા.......
~**જય ગુરુદેવ**~
🔸🔹🔸🔹🔸❌🔸🔹🔸🔹🔸