*જુવોને ગગના હૈરી ત્યાં બંસરી બાજે ઘેરી...*
*ત્રિવેણી માં ટંકશાળ પડત હૈ તા પર ઝીણી એક શેરી હે અમર અજીતા આસન બેઠા નગર બસાયા ફેરી*
*કોઈ જુવોને ગગના હૈરી ત્યાં બંસરી બાજે ઘેરી...*
*ઘડી ઘડી ના ઘડીયાળા વાગે વાગે સૂર ઘંટેરી એજી ઢોલ નગારાં શરણાયું વાગે ધૂમ મચી ચૌ ફેરી*
*કોઈ જુવોને ગગના હૈરી ત્યાં બંસરી બાજે ઘેરી...*
*ગગન મંડલમે કરલે રે વાસા વા હે જોગી લેરી હે સદગુરુ એ મૂને સાન બતાવી જાપ અજંપા કેરી*
*કોઈ જુવોને ગગના હૈરી ત્યાં બંસરી બાજે ઘેરી...*
*સાસ ઉસાસ દોઈ નઈ પોંચે વહા લે લાગી મેરી હે નૂરતે સૂરતે નામ નીરખલે સુખમન માલા ફેરી*
*કોઈ જુવોને ગગના હૈરી ત્યાં બંસરી બાજે ઘેરી...*
*સાચાં સતગુરુ નૈણે રે નીરખ્યાં મટી ગઈ રૈન અંધેરી #ખીમદાસ ગુરૂ ભાણ પ્રતાપે ચોટ નહીં જમ કેરી*
*જુવોને ગગના હૈરી ત્યાં બંસરી બાજે ઘેરી...*