સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું,
મોંઘો મનુષ્યનો વારો, ભવસાગરનો આરો,
ડાહ્યા દિલમાં વિચારો... સત્સંગ કીજીએ꠶ ૧
સજની આ રે ચોઘડિયું અમૃત લાભનું,
ફરી નહિ આવે એવું, વીજના ઝબકારા જેવું,
મોતી પ્રોઈને લેવું... સત્સંગ કીજીએ꠶ ૨
સજની દાન દયાની† ઘડી છેલ્લી છે,
દાન સુપાત્રે કરવું, ધ્યાન પ્રભુનું ધરવું,
ભક્તિથી ભવ તરવું... સત્સંગ કીજીએ꠶ ૩
સજની સંત કહે તે સાચું માનીએ,
ગાંઠ વાળી ના છૂટે, નિયમ નિશ્ચય ના તૂટે,
સંસાર છોને રે કૂટે... સત્સંગ કીજીએ꠶ ૪
સજની ભક્તિ કરીએ રે સાચા ભાવથી,
પાછાં પગલાં ના ભરીએ, સંસાર પાર ઊતરીએ,
નારાયણદાસ કે’ ઠરીએ... સત્સંગ કીજીએ꠶ ૫