🌼🌹ગુરૂ રંગે રંગાઈ તો જો🌹🌼
્............્્............્્............્
ગુરૂ આવો તે રંગ મને શીદ લગાવ્યો
બીજો ચળતો નથી કોઈ રંગ
ગુરૂ આવો તે રંગ મને શીદ લગાવ્યો
ઓહમ સોહમ મા ઘાટ ઘળાયછે
સુક્ષ્મણા માર્ગે જવાય છે..ગુરૂ
ત્રણ ગુણ ની ચોકી ફેરાય છે રે
ગુરૂ ગુણાતીત વર્તાય છે..ગુરૂ
ચાર અવસ્થા ચાર વાણી છે
અવસ્થા વાણીથી ગુરૂ પર છે..ગુરૂ
પાંચે તત્વમાં ગુરૂ આપ ની છાય છે
છઠ્ઠે ગુરૂ આપના મુકામ જો.ગુરૂ
સાત સાયર તો ખારા કહેવાય છે
ગુરૂ અમી જારો અમૃતકુંભ છે..ગુરૂ
અષ્ટ કમળ તો રચના તમારી છે
નિરાધાર આસન ગુરૂ તમારા છે..ગુરૂ
નવે દ્વારમાં રમત છે તમારી
દસમે દ્વાર ગુરૂ દર્શાયા જો.ગુરૂ
ગુરૂ મનોહર કૃપાએ સર્વે સમજાય છે
દાસ ચંદુ ગુરૂ રંગમાં રંગાય જો.ગુરૂ
🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼