*હે સદગુરુ સાહેબ સહી કર્યા જેને પ્રેમ જ્યોત પ્રકાશી રે*
*અખંડ જાપ આયો આતમરો કટી કાળની ફાસી મેરે સદગુરુ...*
*હે ગગન ગરજીયા શ્રવણે સુનીયા મેઘ જ બારે માસી રે ચમક દામનિ ચમકન લાગી દેખ્યાં એક ઉદાસી મેરે સદગુરુ...*
*હે ગેબ તણા ઘડીયાળા વાગે આમાં દ્વેત ગયા ગળ નાસી રે જીણ પણામાં જાલર વાગી રે ઉદય ભયા અવિનાશી રે મેરે સદગુરુ...*
*હે મહીં વલોયા માખણ પાયા ધ્રુત તણી રે ગમ આસી રે ચાર સખી મિલ ભયા વલોણા અમરલોક ના રે વાસી મેરે સદગુરુ...*
*હે સપ્તદિપને સાગર નાહી નાહી ધરણી આકાશી રે એક નિરંતર આતમ્ બોલે સો વિધિ વિરલા પાસી મેરે સદગુરુ...*
*હે ગેબ નિરંતર ગુરૂમુખ બોલીયા દેખ્યાં શ્યામ સુવાસી રે સ્વપ્ન ગયાને સાહેબ પાયા #ભાણ ભયા રે સમાસી*
*મેરે સદગુરુ પ્રેમ જ્યોત પ્રકાશી રે*