જો લખાય તારાથી તો તુંય લખી જાણ;
નહીંતર પછી બીજાને વાંચી મોજ માણ;
ઉઠાવ કાગળ, કલમ ને કર તું શરૂઆત,
એમાં જરૂરી નથી કોઈ પણ ઓળખાણ;
મનના વિચારોને મૂકી તો જો કાગળ પર,
પછી તારી કલમ ચાલશે જાણે માખણ;
વિચારજે નહીં કે શું કહેશે જગતમાં લોકો,
જરૂરી નથી કે દરેક વખતે થાયજ વખાણ;
આ છે શબ્દોની ગોઠવણ "વિએમ"પણ,
ચડાવજે નઇ તારે નામે બીજાનું લખાણ;.
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)