રાત્રી કાળમીંઢ જોતાં એ કળી છે,
વિરહ પળે, ઝાકળ સમી રડી છે;
પણ ખુશહાલ ખીલી ઊઠી સવારે,
કુરબાની સમજણ , મહીં ભળી છે;
ઉકળેલા હ્દયનું અમૃત છે સાગરે,
મીઠી વાદળી, વરસી પ્રેમે મળી છે;
સીંચે રસ ધરા અમૃત શેરડીમાં મીઠો,
આટા સંગે ભળતા, મીઠાઈ ગળી છે;
આનંદ સ્વરૂપ ઝરણું , અંતર ભરપૂર,
શહેનશાહી ,અહંકાર ખોઈ જડી છે;
-મોહનભાઈ આનંદ