સ્વાર્થ...
સ્વાર્થ ભરી આ દુનિયામાં..
પરમારથ છે ક્યાંય હજી?
કામ પડે ત્યાં હા જી હા જી પછી
કોણ વકીલ ને કોણ કાજી...
ભરડો ભ્રષ્ટાચાર નો ઘણો
જ્યાં જુવો ત્યાં બધે જ હજી
પ્રામાણિકતા મરી પરવારી
પૈસા મુકો ત્યાં રાજી રાજી...
ન્યાય ના મંદિર માં હજી
કોની પૂજા આરતી થાતી?
અસીલ ગરીબ તો વલખા મારે
પૈસા ની જીત કાયમ થાતી....
આંખે પાટા શીદ ને બાંધ્યા?
ન્યાય તણી દેવી તેં હજી
જોઈ શકીશ તું ક્યાંથી હવે
અસીલ ગરીબ રડે છે હજી
કોર્ટ ના ચક્કર માં હવે
જિંદગાની વીતી ગઈ
અરે રે ન્યાય ક્યારે મળશે
આશ બધી ઠગારી થઇ ગઈ....
ખરીદાય છે બધા અહીં
ઉપર થી નીચે સુધી.. "બકુલ"
ત્વરિત ન્યાય ક્યારે મળશે?
આ વિલંબ હવે ક્યાં સુધી???
બકુલ ની કલમે...✍️
ગઝલ
15-03-2021
04-29