Gujarati Quote in Microfiction by Vibhuti Desai

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભાભીમા

ચંદુની મા ગુજરી ગઈ પછી ચંદુની ભાભીએ એક માની જેમ ચંદુનો ઉછેર કર્યો, એટલે ચંદુ ભાભીને ભાભીમા જ કહેતો.
એક અકસ્માતમાં ચંદુનાં ભાઈ ગુજરી જતાં ચંદુએ ભણતરની સાથે સવારે પેપર વેચવાનું કામ ચાલુ કર્યું.ભાભીમાની ખુબ જ કાળજી રાખતો.ભાભીમા પણ સિલાઈકામ કરી ચંદુને ટેકો કરતાં.ચંદુ ભણવામાં હોશિયાર.કલેકટર બન્યો ત્યારે ભાભીમાને સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું.
ચંદુનાં નીલા સાથે લગ્ન થયાં.નીલાને ભાભીમા આંખનાં કણાંની જેમ ખૂંચે.એવામાં ભાભીમાને રક્તપિત્તનો બીનચેપી રોગ થયો. ચંદુ ભાભીમાની સેવા કરે એ નીલાને ગમે નહીં અને એટલે જ એણે ચંદુને કહ્યું," રક્તપિત્ત આપણને પણ થાય એટલે આ ઘરમાં કા ભાભી રહે કા હું." તરત ચંદુએ કહ્યું," તું જ રહે આ ઘરમાં." આટલું સાંભળતા તો નીલા ખુશ.
બીજે દિવસે નીલા ઉઠી તો ઘરમાં ચંદુ અને ભાભીમા ઘરમાં ન હતાં.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૧૨-૩-૨૦૨૧.

Gujarati Microfiction by Vibhuti Desai : 111676429
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now