ગીર તો ગીર છે,
કેવા નમણાં એના નારી ને નર છે,
ઝરણાં ના વહેતા નિર્મળ નીર છે.
ગીર તો ગીર છે.
ડુંગરા ખૂંદતા ડાલામથાં,
ગીર નું સાચું હીર છે.
ખળખળ વહેતી નદીઓ ના,
વિહામો દેતા તીર છે.
ગીર તો ગીર છે.
શામળાં ને પણ સ્વર્ગ ભૂલાવે,
એવા ખોરડાં,ખાનદાની ને ખમીર છે.
અગણિત છે વીર ગાથાઓ,
કેટલાક પાળિયા તો કેટલાય પીર છે.
ગીર તો ગીર છે.
આપી શકે જે બાપ ના દાન,
એવા એભલવાળા વીર છે.
ગીર તો ગીર છે....
#શાંતિ #આંનદ
# કુદરત ને ખોળે#
મોજીલું ગીર........